I solemnly pledge, as a proud member of the Lohana community:
- I will honour the legacy of Prabhu Shree Ram, from whom we Lohanas descend.
- I will carry forward the warrior spirit with which I am born — to lead with honour, protect with courage, and serve with compassion.
- I pledge to uphold these values with sincerity, strength, and dedication.
- I will treat all beings — especially my fellow Lohanas — with dignity, respect, and compassion.
- I will offer help, when approached, to the best of my ability, and in a fair and caring manner.
- If a fellow Lohana seeks my guidance, I will respond with honesty, loyalty, and a genuine desire to support them.
- In my business, profession, or service, I will uphold the highest standards of integrity and truth.
- I will not knowingly do anything that may harm a fellow Lohana — or anyone else.
- I will treat every Lohana as family — whether as a customer, supplier, or associate.
- As an ambassador of the Lohana community, I pledge that none of my actions will ever bring disrepute to this noble heritage.
- I accept it as my sacred duty to care for those suffering from poverty, illness, or hardship.
- When I share from my wealth, I will do so with the recognition that all I have is a blessing from the Divine.
હું લોહાણા સમાજના એક ગૌરવશાળી સભ્ય તરીકે નિષ્ઠાપૂર્વક પ્રતિજ્ઞા લઉં છું કે:
- જેમના આપણે સૌ લોહાણા વંશજ છીએ તેવાં મહાન ક્ષત્રિય રઘુવંશી પ્રભુ શ્રી રામના વારસાનું હું સન્માન કરીશ.
- સન્માન સાથે નેતૃત્વ કરવા, હિંમતથી રક્ષણ કરવા અને કરુણાથી સમાજની સેવા કરવા હું મારામાં રહેલ જન્મજાત યોદ્ધાની ભાવનાને આગળ વધારીશ.
- હું આ મૂલ્યોને નિષ્ઠા, શક્તિ અને સમર્પણપૂર્વક જાળવી રાખવાનો સંકલ્પ કરું છું.
- હું તમામ જન – ખાસ કરીને મારા લોહાણા ભાઈ બહેન સાથે – ખૂબ જ સન્માન, આદર, અને કરુણાથી વર્તીશ.
- હું મારી શ્રેષ્ઠ સમજણ અને ક્ષમતા મુજબ, ન્યાયિક રીતે અને પૂરી કાળજી સાથે મારી સહાય માગનાર દરેકને મદદ કરવા સંકલ્પિત રહીશ.
- જો કોઈ લોહાણા જ્ઞાતિજન મારું માર્ગદર્શન કે મદદ માગશે તો હું પૂરી ઈમાનદારી, વફાદારી અને હૃદયપૂર્વક તેને મદદરૂપ થઈશ.
- હું મારા વ્યવસાય, રોજગાર કે નોકરીમાં ઈમાનદારી અને સત્યના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરીશ.
- હું જાણી જોઈને કે ઈરાદાપૂર્વક એવું કશું જ નહીં કરું કે જેનાથી મારા કોઈ જ્ઞાતિજનને કે અન્ય કોઇને હાનિ કે નુકસાન થાય.
- મારા તમામ વ્યવહારોમાં, હું દરેક જ્ઞાતિજનને પરિવારના સદસ્ય માની, એક મૂલ્યવાન ગ્રાહક, સપ્લાયર કે સહયોગી તરીકે વર્તીશ.
- સમસ્ત લોહાણા સમાજનાં પ્રતિનિધિ તરીકે હું પ્રતિજ્ઞા લઉં છું કે મારા આ ભવ્ય મૂલ્યવાન વારસાની પ્રતિષ્ઠા અને ગરિમાને ઠેસ પહોંચે તેવું કોઈ કાર્ય કે વ્યવહાર કરીશ નહીં.
- હું માનું છું કે કોઈ ગરીબ, બીમાર કે સંઘર્ષમય જીવન નિર્વાહ કરતા જ્ઞાતિજનને મદદ કરવી એ મારી નૈતિક ફરજ છે અને તેને હું મારું અહોભાગ્ય માનીશ.
- જ્યારે હું મારી સંપત્તિમાંથી કંઈ અનુદાન કરીશ ત્યારે હું એ સમજણ સાથે કરીશ કે મારી આ સમૃદ્ધિ અને સંપત્તિ એ માત્ર અને માત્ર ભગવાનની કૃપાથી છે.